રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અત્યાર સુધી અમદાવાદની 450 જેટલી શાળાઓના અંદાજિત એક લાખ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે, જેમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાઓમાં સ્વચ્છતા રેલી, ક્વીઝ, રંગોળી, ચિત્ર સ્પર્ધા, સ્લોગન-નિબંધ સ્પર્ધા, સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના કૌકા અને બદરખા ગામે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણાના કડી તાલુકાના સુજાતપુરા અને રણચોદપુરા ગામ ખાતે જાહેર સ્થળો ઉપર ભીત ચિત્રો અને સ્વચ્છતા શપથના સૂત્રો દોરવાની કામગીરી કરવામાં આવી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગ્રામ પંચાયત, દેવગઢ બારીઆ તાલુકાના રૂવાબારી ગ્રામ પંચાયત, સહિતના ગામોમાં સામુહિક સોકપીટ અને કમ્પોસ પીટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતુ.
ભાવનગરના ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જન જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર – દૂધરેજ – વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.
મહિસાગર જિલ્લા ન્યાયાલય ખાતે સ્વચ્છતા અભિયાન રેલીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ એન ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં આત્રોલી જૂથ ગ્રામ પંચાયતના ઘોઘાદેવ ગામ અને બોડેલી તાલુકાનાં અથવાલી ગામમાં સામુહિક સોકપીટનું લોકાર્પણ કરાયું હતું.