ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 7:23 પી એમ(PM)

printer

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. એક યાદીમાં જણાવાયું છે કે, રાજ્યમાં જાહેર વાહન વ્યવહાર અને હાઈવેની સાફ સફાઈમાં ૧ લાખ ૧૪ હજાર ૨૨૫થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા, જે પૈકી ૨૮૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સ્વચ્છતા સંદર્ભે જન જાગૃતિ કેળવાય તે આશયથી ૭૬થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લાના અગાસવાણ ખાતે આદિજાતી રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ માં કે નામ” કાયક્રમ યોજાયો..
તો જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં દોડ અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું..
ગીર સોમનાથમાં સ્વચ્છતા જાગૃતિની વિવિધ સ્પર્ધાઓ સાથે દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી રહી છે. સુત્રાપાડા નગરપાલિકા તથા GHCL ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયુ તેમજ સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યાં. તો વેરાવળ એસ.ટી.ડેપો ખાતે મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા..
તો દ્વારકાના ખંભાળિયા ખાતે સ્વસ્છતા સાયકલોથોન યોજાઇ.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સફાઈ કર્મીઓને કીટ વિતરણ, મેડીકલ ચેકઅપ કેમ્પ તથા એસબીઆઈ દ્વારા વીમા અંગે જાણકારી આપવામાં આવી હતી.
સ્વસ્છતા હી સેવા પખવાડિયાના ભાગરૂપે, જેતપુર નગરપાલિકા અને જે.સી.આઈ ના સંયુક્ત ઉપક્રમે સાઇકલ રેલીનું આયોજન કરાયું.
અરવલ્લી, અંકલેશ્વર, અમરેલી, બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ