ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2024 7:29 પી એમ(PM)

printer

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાવનગરના કોળીયાક ધાવડી માતા મંદિર દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો, જેમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સ્વચ્છતા હી સેવા નું રેત શિલ્પ બનાવી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો. છોટાઉદેપુરમાં આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ શ્રમદાન કરીને માર્ગની સફાઈ કરી હતી અને સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઝાદ મેદાન ખાતે સફાઇ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મિતેષ પટેલે સફાઇ કર્મચારીઓને ૧૦ હજારના ચેકનું વિતરણ કર્યું હતું.અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને શ્રમદાન અને સફાઇ કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ જિલ્લામાં ધારાસભ્યોએ લોકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રીયતાથી જોડાઇને ઘર, ફળીયું, ગામ, શહેરને સ્વચ્છ બનાવવા તથા વૃક્ષારોપણ કરીને તેનો ૧૦૦ ટકા ઉછેર કરવા અનુરોધ કર્યો હતો.સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આજે શહેરમાં “સ્વચ્છતા રેલી“ યોજાઇ. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવોએ લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.મહેસાણામાં સ્વચ્છતા અંગેનું પોસ્ટર પ્રસિદ્ધ કરાયું તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જેસમીનના અધ્યક્ષ સ્થાને બલોલ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો.અરવલ્લીના મોડાસા ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું, તેમજ વધુને વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી.સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાર્થિનીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઇ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ