ભારતના રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના આજના જન્મ દિવસને દેશભરમાં સુશાસન દિવસ તરીકે મનાવાય છે. આજના આ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામા આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાત્મામંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ નિમિત્તે મુખ્યમંત્રી વન વિભાગમાં નિમણૂંક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે..
રાજ્યક્ષાના આ કાર્યક્રમની સાથેસાથે આજે રાજ્યભરના તમામ જીલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:01 એ એમ (AM) | અટલ બિહારી વાજપેયી