ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 16, 2024 10:42 એ એમ (AM)

printer

રાજ્યભરમાં સાતથી 15 ઓકટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થઈ હતી.

રાજ્યભરમાં સાતથી 15 ઓકટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થઈ હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપનના ભાગરૂપે ગઈકાલે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જે અંતર્ગત ગઈકાલે ભૂજ ખાતે યોજાયેલી પદયાત્રાના સમાપન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે 58.71 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાયું હતું.
લુણાવાડા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકડાયરા થકી લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં યોગ, ભજન, ગરબા, ગીતો જેવી વિવિધ કૃતિઓ પ્રસ્તૃત કરાઈ હતી. પાવાગઢ ખાતે યોજાયેલી વિકાસ પદયાત્રા બાદ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે હાલોલ નગરપાલિકાના 22.81 કરોડના 77 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. ગોધરા તાલુકાના ધોળાકૂવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ હતી.ભાવનગર ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત પદાધિકારી અને અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધઈ હતી.
ડાંગ જિલ્લાના ગલકુંડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત 61.8 કરોડ રૂપિયાના ખર્ચે 17 વિકાસ કામોનું ખાતમૂર્હુત કરાયું, તો વઘઈ ખાતે ઉદ્યોગ સાહસિકતા વિષય પર આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગો તથા બેન્કિંગ સેવાઓ અંગે માર્ગદર્શન અપાયુ હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ