ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:08 પી એમ(PM)

printer

રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ ત્રણ લાખ પંચાણુ હજાર કરતાં વધુ મતદારોનો વધારો થયો

રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ 2025 દરમિયાનએક લાખ 72 હજાર પુરુષ, બે લાખ તેવીસ હજાર સ્ત્રી તથા વીસ ત્રીજી જાતિનાં મળી કુલ ત્રણલાખ પંચાણુ હજાર કરતાં વધુ મતદારોનો વધારો થયો છે. ચૂંટણી પંચની સૂચનાથી અને રાજ્યનાંમુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વીસમી ઓગસ્ટથી અઢાર મી નવેમ્બર 2024 દરમ્યાનઘરે ઘરે જઈને સર્વે હાથ ધરાવામાં આવ્યો હતો. અને મતદારની ચકાસણી કરવામાં આવી હતી.      28 ઓક્ટોમ્બર થી 28 મી નવેમ્બર 2024નાં રોજ જાહેરકરવામાં આવેલી મુસદ્દા    મતદાર યાદીમાંબે કરોડ 56 લાખ 56 હજાર કરતાં વધુ પુરુષ, 2 કરોડ 42 લાખ 61 હજાર કરતાં વધુ સ્ત્રીઓઅને 1 હજાર 569 ત્રીજી જાતિનાં મળી કુલ 4 કરોડ 99 લાખ 441 મતદારો નોંધાયા હતાં. છઠ્ઠી જાન્યુઆરી 2025ના રોજા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.જે અનુસાર 2 કરોડ 58 લાખ 28 હજાર કરતાં વધુ પુરુષ, 2 કરોડ 44 લાખ 84 હજાર કરતાં વધુસ્ત્રી અને ત્રીજી જાતિનાં એક હજાર 569 મળીને કુલ    5 કરોડ 3 લાખ 15 હજાર 230 મતદારો નોંધાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ