રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરિસંવાદ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાઓની માહિતી આપી.
છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એ.એસ.પી. ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોને જાગૃત કરાયા હતા.
દમણ પોલીસે વિવિધ પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓના અધિકારીઓ તેમ જ કર્મચારીઓને નવા ફોજદારી કાયદા અંગે માહિતગાર કર્યા.
Site Admin | જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM) | ફોજદારી કાયદા