રાજ્યભરમાં નવરાત્રીની ઉત્સાહ, ઉમગં અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે આઠમુ નોરતુ છે. આજના દિને મા દુર્ગાનાં મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે દુર્ગા પંડાલોમાં માતાની વિશેષ પૂજા – અર્ચના કરવામાં આવે છે. તેમજ કન્યા પૂજન પણ આજના દિવસે જ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં માતાજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. આઠમના નૈવેદ નિમિત્તે હજારો ભક્તોએ માતાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતુ. બનાસકાંઠાના અમારા પ્રતિનિધ સવજી ચૌધરીએ અંબાજીમાં થઇ રહેલી ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી
બીજીતરફ રાજ્યમાં રાસ ગરબાની રમઝટ જામી છે.. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલ્ચરલ ફોરમના ગરબામાં ઉપસ્થિત રહ્યાં હતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ માતાજીની આરતી ઉતારી હતી..કલ્ચરલ ફોરમના ગરબામાં ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે શક્તિ પર્વ-૨૦૨૪’ની ઉજવણી કરવામાં આવી હતી. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે આયોજિત શક્તિપર્વમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો..
રાજ્યનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પરંપરાગત ગરબાના તાલે મોટી સંખ્યામાં ખૈલૈયાઓએ ગરબા કર્યા હતા..
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:29 પી એમ(PM)