રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જામનગર ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેર જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ – ખાતમુર્હૂત કર્યા હતા. 114.83 કરોડ રૂપિયાની વિકાસકામોનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજ પુર બીચ, સુદર્શન સેતુ વગેરેના નિર્માણથી આ ક્ષેત્રે વિકાસ વેગવાન બન્યો છે.
જામનગર ખાતે મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મંત્રીશ્રી કુંબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મહાસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટુચ્યૂ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે સૌ સાથે સંવાદ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, સરકારે આદિવાસી સમાજની અસ્મિતા-ગૌરવ જાળવવા અનેક પ્રવાસો કર્યા છે.
રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત સરકારી ઇજનેરી કોલેજમાં ઇનોવેશન શો યોજાયો હતો. જેમાં પ્રાંત અધિકારીએ વિદ્યાર્થીઓને તેમનાં કૌશલ્ય થકી ભારતના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓની 20 ટીમે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તથા નિંબધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
અમરેલી ખાતે વિકાસ પદયાત્રા બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવવી સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરાઈ હતી.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સાહસિકતા – ઇનોવેશન અને ચેલેન્જીસ વિષય પર રોડ શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરની વેપારી-ઉદ્યોગ મંડળ અને ઉદ્યોગપતિઓએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી લોન પ્રાપ્ત કરનારા લાભાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
મોરબી ખાતે યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં દિકરી યોજનાના હુકમ અને દીકરી વધામણ કીટનું વિતરણ કરાયુ હતું. દીકરીઓને શિક્ષણ અને કારર્કિદી બનાવવા પ્રેરિત કરાઈ હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2024 8:54 એ એમ (AM) | વિકાસ સપ્તાહની ઉજવણી