રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયેલા છે. જ્યારે અત્યાર સુધીમાં 60 જેટલા કેસ પોઝિટીવ મળેલા છે. જ્યારે ચાંદીપુરા વાઇરસને કારણે અત્યાર સુધીમાં 73 દર્દીઓના મોત થયા છે..
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં સાબરકાંઠામાં અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ મળી આવ્યાં છે. આજદીન સુધી પરિક્ષણ કરવા મોકલેલા શંકાસ્પદ કેસમાંથી 60 કેસ પોઝિટીવ મળી આવ્યાં છે.. હાલમાં સાત દર્દીઓ સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ છે જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા 83 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવાઇ છે.
જે સ્થળે કેસ મળી આવ્યાં હોય તેની આસપાસના વિસ્તારના 53 હજારથી વધુ ઘરોની સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે.. તાલુકા કક્ષાએ તમામ કાચા મકાનોમાં મેલેથિયોન પાવડનો છંટકાવ કરાયો છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:52 એ એમ (AM) | aakshvaninews