રાજ્યભરમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 162 જેટલા કેસ નોંધાયા છે..જેમાં સાબરકાંઠા- પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 14 મહેસાણામાં દસ અને વડોદરામાં નવ શંકાસ્પદ કેસ મળેલા છે.. અત્યાર સુધીમાં જે કેસના પરિક્ષણ કરાવાયા છે તેમાં 60 કેસ પોઝિટીવ મળ્યાં છે અને 73 દર્દીઓના મોત થયા છે.. અલગ અલગ જીલ્લાઓમાં આઠ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે જ્યારે 81 દર્દીઓ રજા આપવામાં આવેલી છે..
આ કેસ જે ઘરમાં મળ્યા હોય તેની આસપાસના 53 હજાર કરતાં વધુ ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે.. જ્યારે આ વાઇરસનો વધુ ફેલાવો અટકાવા માટે દવાનો છંટકાવ, મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે..
Site Admin | ઓગસ્ટ 12, 2024 10:47 એ એમ (AM) | Gujarat | gujaratnews