ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 3:18 પી એમ(PM)

printer

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણા, સાળંગપુરમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ ગુરુપૂજન કરી સંતો- મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સાંઈધામ મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ તેમજ ભંડારાનું આયોજન કરાયું હતું. તો શહેરના ઇસરો પાસે આવેલા ચિન્મય મિશન ખાતે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી.

પાટણ જિલ્લામાં યુનિવર્સિટી રોડ પર પૂજ્ય સદારામ ચોક ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
તો સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી..
ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરતા શિક્ષકોને “ગુરુ ગૌરવ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં છોટા ઉદેપુર જિલ્લાના શિક્ષક દંપતીને પુરસ્કાર એનાયત કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ