રાજ્યભરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.સત્તાવાર યાદી મુજબ, આ વર્ષે નિદાન માટે ડેન્ગ્યૂના 2 લાખ 21 હજાર 358 નમૂના લેવાયા હતા,જેમાંથી સાત હજાર 820 કેસ પોઝિટિવ જણાતા આ વર્ષે ડેન્ગ્યૂનો સંક્રમણ દર 3.5 ટકા રહ્યો છે.જ્યારે ગયા વર્ષે આ દર 4.7 ટકા હતો.આ ચોમાસાની ઋતુ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં 2 હજાર 460 લોકોની 492 વેક્ટર કન્ટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરી હતી. ડેન્ગ્યૂના રોગને ધ્યાને રાખી રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં અઠવાડીક પોરાનાશક કામગીરી પણ
હાથ ધરાય છે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:06 પી એમ(PM)