રાજ્યભરમાં ‘એક પેડ માં કે નામ’અભિયાન અંતર્ગત વન મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત વલસાડના વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કર્યું.. શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણની સાથે સાથે વરસાદી પાણીના સંગ્રહને પણ પ્રોત્સાહન અને પ્રાધન્ય આપવું જોઇએ. કાર્યક્રમ દરમિયાન તેમણે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું..
મોરબીમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે સાંસદ શ્રી ઝાલાએ જિલ્લામાં તાલુકા દીઠ અંદાજે 1 લાખ 25 હજાર રોપાના વાવેતરની પ્રશંસા કરી હતી અને લોકોને વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.
મહેસાણા જિલ્લામાં પણ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વડનગરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. જેમાં ગામડાઓમાં રોપા વિતરણ માટે “વૃક્ષ રથ”નું ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું હતું, આ પ્રસંગે વન વિસ્તરણ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે,વડનગર તાલુકામાં 197 હેકટર જમીનમાં વૃક્ષ વાવવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 7:46 પી એમ(PM) | એક પેડ માં કે નામ