રાજ્યભરમાં આજે ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો. સારા પવનનાં કારણે વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ રસીકોએ પતંગ ઉડાવવીને આનંદ કર્યો હતો. વહેલી સવારથી જ કાપ્યો છે…. અને લપેટ.. જેવા શબ્દો સાંભળવામાં મળ્યાં હતાં. ભાવનગરમાં પતંગરસિકો ધાબા પર ચઢીને મ્યુઝિક મસ્તી સાથે ઉધીયું, પુરી, શેરડી-બોર, ચીક્કી આરોગીને હર્ષોલ્લાસ કરતાં હતાં.
તો બીજી તરફ ઈડરનાં સિયાસણ ઝુમસર ગામનાં આદિવાસીઓએ દેવચકલીનું પૂજન કરીને ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી. જૂની પરંપરા મુજબ આસપાસનાં આદિવાસી ભાઈઓ-બહેનોએ દેવચકલીની પૂજા કરી. ધી-ગોળ,તલ ખવરાવીને દેવચકલીને ઉડાડીને પર્વની ઉજવણી કરે છે.