રાજ્યભરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠા શહેરમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકશે.
આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહેશે. વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ, જામનગરમાં કૃષિ મંત્રી રઘવાજી પટેલ તો મહેસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને દેવભૂમિ દ્વારકામાં મુળુભાઇ બેરા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન કરશે. રાજયભરમાં અલગ અલગ જિલ્લાઓમાં યોજાનાર જિલ્લા કક્ષાના મેળાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કીટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ થશે.
અંતરિયાળ વિસ્તારના વંચિત-ગરીબ લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડવા 2009થી નરેન્દ્રમોદીએ ગરીબ કલ્યાણ મેળાનો અભિગમ આપ્યો છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, યોજના વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. યોજના, માનવ કલ્યાણ યોજના, માતૃ અને બાળ કલ્યાણ યોજના, સામાજિક સુરક્ષા યોજના, વિભિન્ન આવાસ યોજના, સ્વરોજગારી યોજના, શૈક્ષણિક યોજના અંતર્ગત સહાય અને લાભો લાભાર્થીઓને હાથોહાથ આપવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:05 પી એમ(PM) | ગરીબ કલ્યાણ મેળા