ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM) | ahmedabad mayor | gujarat republic day | pratibhaben jain | Republic Day

printer

રાજ્યભરમાં આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આકાશવાણીમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદનાં DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી એલ.એન. ચૌહાણે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે ટૂંક સમયમાં નિવૃત થનાર અધિકારીઓ જેમ કે, સહાયક નિદેશક શ્રી મૌલીન મુન્શી, CBS અમદાવાદનાં કાર્યક્રમ વડા શ્રી યતિન દવે, ઈજનેર ઉપનિદેશક શ્રી એસ.સી. બુંદેલા સહિત વિવિધ કર્મચારીઓએ ધ્વજવંદન કર્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું.

બનાસકાંઠાના અંબાજી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ.

બોટાદ જિલ્લાના બરવાળામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ. જેમાં પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ગુજરાત વડી અદાલત ખાતે વરિષ્ઠ ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે ધ્વજ વંદન કર્યું. આ પ્રસંગે વડી અદાલતના અન્ય ન્યાયાધીશ, સરકારી અને ખાનગી વકીલો, વડી અદાલતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

ગીર સોમનાથના ઊના ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી.

નવસારીના જલાલપોર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

ભાવનગર શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.. મહેસાણા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કરાઇ.

કચ્છ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાયો. પંચમહાલ જિલ્લાના શહેરામાં કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની નિર્મલા માતા શાળા નજીકના મેદાનમાં પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના વિલીનીકરણ દિવસની ઉજવણી કરાઇ. આ પ્રસંગે કલેક્ટર રાહુલ દેવ બુરાએ ત્રિરંગો ફરકાવ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ