રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી..
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક નડાબેટ ખાતે IPS અને BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે શ્રી પાઠકે સીમા દર્શનથી ઝીરો પોઈન્ટ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજકોટની સેન્ટ્રલ જેલમાં પણ આજે જેલની અંદર સારી કામગીરી કરવા બદલ બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા..
સાબરકાંઠાના વિજાપુર પાસે આવેલા તિરૂપતિ ઋષિવનમાં 780 જેટલા વૃક્ષો વાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.. તો ઇડરિયા ગઢ ઉપર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તિરંગો લહેરાવાયો..
ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ, શાળાઓ અને કોલેજો દ્વારા આયોજીત તિરંગાયાત્રાનું રાજવી પરિવારે પ્રસ્થાન કરાવ્યું.
વડોદરા ONGCની મુખ્ય કચેરી તેમજ અંકલેશ્વર ONGC કોલોની ખાતે પણ ધ્વજવંદન કરાયું..
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજીની મૂર્તિને તિરંગાથી શણગારીને તેમજ પરિસરમાં તિરંગા લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.. . . . . . . . . . . . .
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:12 પી એમ(PM) | સ્વતંત્રતા પર્વ