ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2024 7:38 પી એમ(PM)

printer

રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.. ભક્તોએ શીતળા માતાજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી અને રિવાજ મુજબ આજના દિવસે ઠંડુ ખાવાનું ખાધુ હતું.. જેમાં લોકોએ ગઇકાલે રાંઘણછઠ્ઠના દિવસે બનાવેલ અવનવી વાનગી જેમ કે, થેપલા, હાંડવો, વડા, પૂરી, મોહનથાળ, મગસ, સેવ જેવી ખાદ્ય ચીજો આરોગી હતી.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા 215 વર્ષ જુના શીતળા માતાના મંદિરમાં સાતમનો મેળો ભરાય છે. જેમાં, હજારો લોકોએ માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચ઼ડાવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં આજે શીતળા માતાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ આજે ઠંડુ ખાઈને શીતળામાતાના વ્રતનુ પાલન કર્યું હતું.
મહેસાણા જિલ્લાના મંદ્રોપુર ગામે આજે શીતળા સાતમનો પરંપરાગત મેળો ભરાયો. ભાવિકોએ શીતળા માતાને સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચડાવી મેળાની મોજ માણી હતી. તો ઊંઝા, બહુચરાજી, વિજાપુર સહિતનાં સ્થળોએ પણ પરંપરાગત રીતે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી..
મહીસાગર જિલ્લામાં બહેનોએ શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરી પ્રસાદમાં લાડુ ધરાવી પૂજા-અર્ચના કરી..
ભાવનગરમાં શીતળા માતાના મંદિરે ભાતીગળ લોકમેળો યોજાયો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ