અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આજે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી છે. તેઓએ જણાવ્યું કે, દરેક વ્યક્તિ તેમનામાં રહેલા ગુણદોષને પારખી મનની નબળીઓ ઉપર જીત મેળવે તે જ સાચી વિજ્યાદશમી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજ્યદશમીની શુભેચ્છાઓ પાઠવતા સૌ નાગરિકોને જણાવ્યું કે, આ પર્વ આસુરિ શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું ઉમંગ પર્વ છે. ઉપરાંત મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વ સમાજમાં સદભાવના -સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારું બને તેવી અક્ષેપા વ્યક્ત કરી છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 9:11 એ એમ (AM) | વિજયદશમી