રાજ્યભરમાં આજે વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો હતો… રાજયમાં આજે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં165 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં નવ ઇંચ અનેમહેસાણાના વિજાપુરમાં આઠ ઇચં જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.. આ સ્થિતિનેકારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી..હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો દરમિયાન ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે.. જેમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનુ રેડએલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું યલોએલર્ટ જાહેર કરાયું છે..
Site Admin | ઓગસ્ટ 24, 2024 6:59 પી એમ(PM)