ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM) | મહાશિવરાત્રિ

printer

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાના નાગેશ્વર મંદિર સહિત રાજ્યના અનેક અગ્રણી શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે.
અમારાં સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે, સોમનાથ મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર આજે સવારે ચાર વાગ્યાથી સતત 42 કલાક સુધી ખૂલ્લું રહેશે.
ધાર્મિક પરંપરા મુજબ, સોમનાથ યજ્ઞશાળામાં વહેલી સવારથી જ હોમ લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આકાશવાણી સાથે વાત કરતાં સોમનાથ મંદિરના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ આ માહિતી આપી હતી. આ જ રીતે દ્વારકાના નાગેશ્વર અને જુનાગઢના ભવનાથ મંદિર સહિત રાજ્યના અન્ય મુખ્ય શિવ મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ