રાજ્યભરમાં આજે અસત્ય પર સત્યના વિજય સ્વરૂપે દશેરા પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિજયાદશમી નિમિત્તે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ લોકો ફાફડા- જલેબીની જ્યાફત માણી રહ્યા છે. ફરસાણ અને મીઠાઈની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે લોકો નવા વાહનો તથા નવી ચીજવસ્તુઓની ખરીદી કરતાં નજરે પડ્યા હતા. તો ક્યાંક ક્યાંક લોકોએ જુના વાહનોને પણ પૂજા કરી હાર તોરા પહેરાવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં તો ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગરમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન કર્યું હતું.
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન કર્યું..
સાબરકાંઠા,ભુજ, ભરૂચ અને બનાસકાંઠા પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કરાયું.
નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ વિધિવત શસ્ત્રપૂજન કર્યું હતું.
વલસાડ જિલ્લાના પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ વડા કરાનરાજ વાઘેલાએ શસ્ત્ર પૂજન કર્યું.તેમની સાથે ડીવાયએસપી સહિત અનેક પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું.. કરણી સેના અને ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર દ્વારા પણ વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજન અને શૌર્યયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વપરાશમાં આવતા હથિયારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું.
નવસારી એસપી સુશીલ અગ્રવાલના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે.
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતીમાં જામનગર જિલ્લામાં વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ યોજાયો.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:14 પી એમ(PM)