રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો છે.
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨ હજાર કરતાં વધારે લાભાર્થીઓને ૩.૬૬ કરોડ રૂપિયાથી વધુ રકમના લાભો વિતરીત કરાયા.
આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા હસ્તે ૧ હજાર ૮૭૭ લાભાર્થીઓને ૩૨૯.૪૫ લાખથી વધુના સાધન-સહાય-ચેકનું વિતરણ કરાયું.
ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૨૭ હજારથી વધુ લાભાર્થીઓને કુલ ૧૦૧.૩૭ કરોડ રૂપિયાની સહાય અને કિટનું વિતરણ કરાયું.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૧ હજાર ૪૨૫ લાભાર્થીઓને ૧.૬૯ કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને વિવિધ યોજનાના ૧ હજાર ૬૨૨ લાભાર્થીઓને ૨ કરોડ ૫૭ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૩૧ હજાર ૩૯૦ લાભાર્થીઓને ૨૩૪.૭૮ કરોડ રૂપિયાની ની સહાયનું વિતરણ કરાયું.
મોરબી, ગીરસોમનાથ, બોટાદ, પંચમહાલ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનેક લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:44 પી એમ(PM) | ગરીબ કલ્યાણ મેળા