રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિગ, ફાઈનાન્સ, અકસ્માત વીમા કંપનીના કલેઈમ, RTO મેમો સહિતના કેસોનું સમાધાન કરાયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાઘાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડીંગ કેસો મુકાયા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓની લોક અદાલત પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ધનસુરા ખાતે યોજાઇ હતી.