રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેઆજે ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનીનૂતન શાખા સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કર્યું હતું. રાજ્યપાલે કહ્યું કે, ગુરૂકુળ દ્વારા સમાજને સંસ્કારી અને શિક્ષિત-દીક્ષિત બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતાં આજે રાજ્યમાં 61મા ગુરૂકુળની સ્થાપના થઈ છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, સાધુ-સંતો ગુરૂકુળની સ્થાપના દ્વારા ભારતના દિવ્ય બાળકોના નિર્માણ માટે કાર્ય કરી રહ્યાં છે. ગુરૂકુળ એ બે-ચાર બાળકોનું ઘર નથી એ તો અનેક બાળકોના ઘડતરનું કેન્દ્ર છે. આ પ્રસંગે ઉપસ્થિત કૃષિકારોને સંબોધતા તેમણે પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:15 પી એમ(PM)