રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કૃષિ તકનીકી વ્યવસ્થાપન સંસ્થા-આત્મા પહેલ દ્વારા જિલ્લાંકક્ષાએ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવે છે.
અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશો ઉપરાંત દેશી ગાય અધારિત પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ સંપૂર્ણ પ્રાકૃતિક શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનું ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને વેચાણ કરી શકાય તે માટે જિલ્લા સેવા સદન, ગોધરા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.
આત્મા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતપેદાશોના આ વેચાણકેન્દ્ર દ્વારા કાલોલ તાલુકાના અડાદરા ગામના અજબસિંહ જાદવ દ્વારા તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પકવેલી ચોળીનું તથા ગોધરાના ટીંબા ગામના ખેડૂત છેલિયાભાઈ રાઠવા દ્વારા ટિંડોળા, કારેલા, દૂધી તેમજ બીજોરાનું વેચાણ કરવામાં આવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 18, 2024 10:57 એ એમ (AM) | રાજ્યપાલ