ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 2, 2024 6:46 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીજયંતી નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સ્વચ્છતા માટે પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીજયંતી નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સ્વચ્છતા માટે પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ કર્યું. તેમની સાથે પૂર્વ શિક્ષણમંત્રી તથા વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી પ્રિય ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો. અને પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં મહાત્મા ગાંધીને વિશ્વભરમાંથી મળેલા 26 જેટલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યપાલે જણાવ્યું કે માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય’ અને ‘અહિંસા’નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે. વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ