રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો. તેમાં રાજયપાલ શ્રીના હસ્તે યુનિવર્સિટીના ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડિગ્રી સહિત ૫૦ હજાર ૩૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આર્ટસ વિભાગનાં ૧૯ હજાર ૯, કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં ૧૫ હજાર ૬૪૫ સહિતના વિવિધ વિભાગોના કુલ ૫૦ હજાર ૩૨૩ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ વર્ષે બે વ્યકિતને ડી.લીટ. ની પદવી એનાયત કરવામાં આવી. જેમાં તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની અને પ્રસિદ્ધ કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાને સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમજ ઉનાના પાંચાભાઇ દમણિયાને આયુર્વેદ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:06 પી એમ(PM)