રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરીક્ષાને આત્મવિશ્વાસ અને પરિશ્રમનું પર્વ ગણાવ્યું છે. શ્રી દેવવ્રતે આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિશેષ લેખના માધ્યમથી વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. શ્રી દેવવ્રતે લેખમાં જણાવ્યું કે, પરીક્ષાનો સમય નજીક આવતાં જ વિદ્યાર્થીઓના મનમાં ગભરાટ અને તણાવ વધવા લાગે છે, પરંતુ પરીક્ષાથી ડરવાની જરૂર નથી. તેને એક ઉત્સવ તરીકે ઉજવવી જોઈએ.
પરીક્ષા તમારા જ્ઞાન અને મહેનતને પરખવાની એક પારાશીશી માત્ર છે, એક માધ્યમ માત્ર છે. પરીક્ષા તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની એક પ્રણાલી છે, જેનાથી તમને ખબર પડે કે, આખા વર્ષ દરમિયાન તમે કેટલું શીખ્યા અને કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે? તેમ શ્રી દેવવ્રતે ઉમેર્યું હતું. શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં જતાં પહેલા ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો પણ જણાવી બિનજરૂરી બાબતોથી દૂર રહેવા પણ સલાહ આપી છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:29 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરીક્ષાને આત્મવિશ્વાસ અને પરિશ્રમનું પર્વ ગણાવ્યું છે
