ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:14 પી એમ(PM) | રાજ્યપાલ

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં આચાર્ય દેવવ્રતે ખેડૂતોને રાસાયણિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરાવી છે.
દેશમાં શરૂઆતમાં ૧૨ જેટલા ટ્રેનિંગ સેન્ટર બનશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ અંગે ટ્રેનિંગ અપાશે અને આ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાલીમ આપશે. રાજ્યપાલે બનાસ સૈનિક શાળાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિનું અભિયાન આજે જનઆંદોલન બન્યું છે.પરિસંવાદમાં ૧૦ હજાર જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો તથા જિલ્લાના કુલ ૫૦ હજાર ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ