રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું.આચાર્યેએ રાજભવનનાં પરિસરનાં સહુ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને રહેવા અને આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા બાળકોનાં વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુરોધ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજભવનનાં આવાસિય પરિસરમાં 48 કરોડનાં ખર્ચે છ-ટાઈપનાં 96 આવાસો અને ઘ-ટાઈપનાં 32 આવાસોનું નિર્માણ કરાયું છે. 300 લોકોની ક્ષમતાવાળા કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 20, 2025 7:40 પી એમ(PM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત