રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે આજે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે.સવારે 8.00 વાગ્યાથી ગાંધીનગરના રાજભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર અને અમદાવાદ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઑફ અમદાવાદ હોસ્ટ તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના સહયોગથી યોજાઈ રહેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા ઇચ્છતા રક્તદાતાઓ પોતાના ઓળખકાર્ડ સાથે રક્તદાન કરી શકશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:16 એ એમ (AM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત