ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 8:21 એ એમ (AM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શ્રી દેવવ્રત આજે ગૌશાળાની તેમજ માધવપુર ઘેડ ગામની મુલાકાત લેશે, તેમજ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ સહભાગી બનશે.
અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહાત્મા ગાંધીના જન્મ સ્મારક કીર્તિ મંદિરની તેમજ ગાંધીજીના જન્મ સ્થળ વાળા મકાનની પણ મુલાકાત લીધી હતી, અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલશ્રીએ ગાંધીજીનો તેમના જીવનમાં કેવો પ્રભાવ છે તેના વિશે ખાસ વાતચીત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ