ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 3:28 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી. આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું કે, મનુષ્યને સ્વચ્છ હવા,પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટયું છે. પરંતુ જો દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના 27 હજારથી વધુ 18 હજારથી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે અને જિલ્લામાં 171 મોડેલ ફાર્મનું નિર્માણ કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ