રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દરમિયાન રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું, સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM)