રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાય માટે બિરસા મુંડા પ્રેરણાસ્ત્રોત સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કા અલાયદા બજેટની જોગવાઇ દ્વારા આદિવાસી સમાજના વિકાસને વેગવાન બનાવી રહી છે.
આ પ્રસંગે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલે શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતાં.
Site Admin | નવેમ્બર 15, 2024 7:01 પી એમ(PM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત