ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 9:58 એ એમ (AM) | રાજ્યપાલ

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો.
આ મહોત્સવમાં રાજ્યપાલે જણાવ્યું કે, શિક્ષણ થકી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે બાળકોને સારુ શિક્ષણ અને સારા સંસ્કાર આપી ચારિત્ર્યવાન અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું.
આ અવસરે રાજ્યપાલે “ગોડી કાંઠે ગામ‌ ટીમાણા” પુસ્તકનું વિમોચન કર્યું હતું તથા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ દંપતિઓ, ૧૫૦ જેટલાં પ્રગતિશીલ ખેડૂતો અને ટીમાણા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને સન્માનિત કર્યાં હતાં.
પ્રાકૃતિક ખેતી નું મહત્વ સમજાવતા તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી ધરતીને ઉપજાઉ બનાવી રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ સાથે તેમણે શિવશક્તિ ફાર્મની મુલાકાત લઈ કૃષિ અંગેની પ્રવૃત્તિઓને નિહાળી હતી તથા પ્રાકૃતિક ખેતી કરતા ૨૭ ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યપાલે શ્રી ટીમાણા પ્રાકૃતિક કૃષિ મહિલા વિકાસ જૂથની પણ મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ