રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધી હતી. આ સંમેલનમાં 17 દેશોના 2000થી વધુ પ્રતુનિધિઓએ ભાગ લીધો હતો. કૃષિ સંમેલનનો વિષય હતો. પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો
આ સંમેલને સંબોધતાં રાજયપાલે જણાવ્યું કે, ધરતીને પુનઃ ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે
હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલ્ફેર સોસાયટી દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી તથા અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારના પ્રયત્નોથી રાજ્યમાં દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. અને પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી સાથે રાજ્યની નવી કોલેજો જોડાઈ રહી છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:28 પી એમ(PM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધી હતી.
