ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 8:54 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે,ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક કે ઓર્ગેનિક ખેતી સમજીને તેને અપનાવવામાં સંકોચ કરે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે ભિન્ન અને ખેડૂતોને અત્યંત લાભદાયી છે. હરિયાણાના કુરુક્ષેત્ર, ગુરુકુલમાં આયોજિત પ્રાકૃતિક ખેતી કિસાન ચૌપાલ ચર્ચામાં ભાગ લઈ રહેલા ખેડૂતોને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપ્યું હતું.
કિસાન ચૌપાલ ચર્ચામાં હરિયાણાના કૃષિ મંત્રી શ્યામસિંહ રાણા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક ડૉ. હરિઑમ, ડૉ. બલજીત સહારણ, અને કૃષિ નિષ્ણાતો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ