રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ-જળાશયમાં નવા નીરની આવક થતાં તે 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે.
જળ સંપતિ વિભાગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાઈ જતાં હાઈ-અલર્ટ તેમ જ ધોળીધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યાના પ્રાપ્ત અહેવાલ મુજબ, રાજ્યના કુલ 206 માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે. જ્યારે ચાર જળાશય 70 થી 100 ટકા, 11 જળાશય 50થી 70 ટકા તેમ જ 33 જળાશય 25થી 50 ટકા સુધી ભરાઈ ગયા છે. આ સાથે જ રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10 હજાર 822 ક્યૂસેક, ઉકાઈમાં 6 હજાર 293, ઉબેણમાં 5 હજાર 916, મોજમાં 3 હજાર 952 અને બાંટવાખારો જળાશયમાં 3 હજાર 859 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.
Site Admin | જુલાઇ 1, 2024 7:38 પી એમ(PM) | સરદાર સરોવર ડેમ
રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો
