ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 6:39 પી એમ(PM) | જીએસટી

printer

રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૧૯% વધારો નોંધાયો

રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતા ૧૯% વધારો નોંધાયો છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સમાન સમયગાળામાં આવકમાં ૮% વધારો નોંધાયેલ છે.
રાજ્યને ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ ૧૮ હજાર ૪૪૮ કરોડની આવક થયેલી છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક ૧૫ હજાર ૫૨૦ કરોડ કરતા બે હજાર ૯૨૫ કરોડ વધુ થયેલી છે.
આજ સમયગાળામાં રાજ્યને વેટ હેઠળ આઠ હજાર ૧૯૭ કરોડ, ઇલેકટ્રીસીટી ડ્યુટી હેઠળ બે હજાર ૯૧૨ કરોડ તેમજ પ્રોફેશનલ ટેક્ષ હેઠળ ૬૪ કરોડ રૂપિયા મળીને કુલ ૨૯ હજાર૬૧૭ કરોડની આવક થયેલી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ