રાજ્યનું 3 લાખ 77 હજાર 962 કરોડ રૂપિયા જાહેર દેવું છે, તેની વિધાનસભામાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ રજૂ કર્યો હતો.. છેલ્લા બે વર્ષમાં 48 હજાર 654 કરોડ રૂપિયા વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.. છેલ્લા બે વર્ષમાં 48 હજાર 308 કરોડ રૂપિયાની મુદ્દલની ચૂકવણી પણ કરવામાં આવી હોવાની નાણામંત્રી દ્વારા જણાવાયું હતું. નાણાકીય સંસ્થા, બજાર લોન અને કેન્દ્રીય દેવું રાજ્ય પર હોવાનું રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 3:33 પી એમ(PM) | રાજ્ય
રાજ્યનું 3 લાખ 77 હજાર 962 કરોડ રૂપિયા જાહેર દેવું
