રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું… ગત વર્ષની સરખમણીએ 17 ટકાના વધારા સાથે ત્રણ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું..વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત આ અંદાજપત્ર રજૂ કરાયું હતું…
નાણાંત્રીએ પોતાના અંદાજપત્રના સંબોધનમાં જણાવ્યુ હતું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિઅન છે. ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩%નું યોગદાન આપે છે. રાજય સરકાર આ યોગદાન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું..
અંદાજપત્રમાં તેમણે વિવિધ વિભાગોની નાણાકીય જોગવાઓ પણ કરી છે જેમાં સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જે માટે ચાર હજાર ૮૨૭ કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૬ હજાર ૮૦૭ કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૧૨૦ કરોડની જોગવાઇ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ બે હજાર ૭૮૨ કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ ૫૯ હજાર ૯૯૯ કરોડ , નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે ૨૫ હજાર ૬૪૧ કરોડ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ચાર હજાર ૨૮૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે..
આ ઉપરાંત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે બે હજાર ૫૩૫ કરોડની જોગવાઈ કરાઇ છે.. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે ૧૧ હજાર ૭૦૬ કરોડ અને પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બ હજાર ૭૪૮ કરોડની જોગવાઈ આ વર્ષના અંદાજપત્રમાં કરવામાં આવી હોવાનું નાણામંત્રીએ જણાવ્યુ હતું.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 4:03 પી એમ(PM) | અંદાજપત્ર
રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણા મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું
