રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે એક હજાર 280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને શહેરની અનેક સંસ્થાઓ, વેપારી મહામંડળ અને નગરજનોના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંભળીએ એક અહેવાલ…
(વૉઈસકાસ્ટઃ રમેશ સોલંકી)
(ઉલ્લેખનીય છે કે, વિક્રમ સંવત 802માં ચાવડા રાજવંશના વીર વનરાજ ચાવડા દ્વારા મહાવદ સાતમના દિવસે પાટણની સ્થાપના કરવામાં આવી હતી અને પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામે પાટણનું નામ અણહિલવાડ પાટણ રખાયું હતું. ઈતિહાસકારોના મતે જેતે સમયે પાટણ રાજધાનીના શહેર તરીકે દૂરદૂર સુધી તેની ખ્યાતિ ધરાવતું સમૃદ્ધ શહેર હતું અને 500 વર્ષ ઉપરાંત ગુજરાતની પાટનગરી તરીકે શોભાયમાન રહ્યું હતું. આજે પણ પાટણના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવતા જૂના કિલ્લા, કૉટ, દરવાજા તેમજ રાણી કી વાવ અને સહસ્ત્રલિંગ સરોવર જેવા સ્થાપત્ય પાટણના ભવ્ય ઈતિહાસના દર્શન કરાવી તેની સાક્ષી પુરી રહ્યા છે.)
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:13 પી એમ(PM) | પાટણ
રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે એક હજાર 280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે
