રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, તકનીકી કર્મચારી તથા વહીવટી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમે છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 2 હજાર 800 બસ મૂકી છે. નિગમ દ્વારા 18 નવા બસ મથક-ડેપોનું પણ લોકાર્પણ કરાયું છે, જ્યારે 20 નવા બસ મથક – ડેપોનું ખાતમુહૂર્ત કરાયું છે. નિગમે મુસાફરોને અત્યાધુનિક પરિવહન સેવા પૂરી પાડવાના ભાગરૂપે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે શરૂ કરેલી 5 આઇકૉનિક એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 10:31 એ એમ (AM)