રાજ્યની GMERS સાથે સંકળાયેલી સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા છે. અંદાજીત સાત કરોડના ખર્ચે રાજ્યની સોલા અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી, વડોદરા, પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા છે. આ સુવિધાને કારણે ચાર હજારથી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે.આ હાઇ-એન્ડ માઇક્રોસ્કોપના ઘણા ફાયદા છે જેમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી ઝૂમ ટેકનોલોજી, ઓપરેશન દરમિયાન ટિશ્યૂના ઝીણાં ભાગો સ્પષ્ટ રીતે જોઇ શકાશે
જન્મજાત બહેરાશ માટે કોક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરી, માથાના આંતરિક ભાગે થતી ગાંઠો માટે સ્કલ બેઝ સર્જરી, નાના તથા મોટા મગજમાં થતી ગાંઠો દૂર કરવા તથા ચહેરાની નસની નબળાઈ કે ઈજા માટેની સર્જરીનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 7:05 પી એમ(PM) | GMERS
રાજ્યની GMERS સાથે સંકળાયેલી સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા
