ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM)

printer

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ
મહોત્સવનો આરંભ કરાવશે. અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે.આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે. 105 પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા
મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ