રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય ‘મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025’ યોજાશે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે. જેમાં શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્યઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે. 105 જેટલાં પ્રદર્શનઅને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અનેખરીદવા મળશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM) | મહાનગરપાલિકા
રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય ‘મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025’ યોજાશે
