ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 7:41 પી એમ(PM)

printer

રાજ્યની ૫૮ ડ્રોન દીદીએ ૯ મહિનામાં ૮ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે

રાજ્યની ૫૮ ડ્રોન દીદીએ ૯ મહિનામાં ૮ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું હતું કે, રાજ્યના સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. આ ૫૮ ડ્રોન દીદીઓએ માત્ર ૯ મહિનામાં જ 3 હજારથી વધુ ખેડૂતોની ૮ હજાર એકર
જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને ૨૪ લાખ ૬૬ હજાર રૂપિયાથી વધુની આવક મેળવી છે.
 મંત્રીશ્રીએ  વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના સખી મંડળની વધુ ૨૦૬ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને, રાજ્ય સરકાર દ્વારા દરેક
જિલ્લામાં ઓછામાં ઓછી બે “ડ્રોન દીદી” કાર્યરત કરવામાં આવશે.આ યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૩-૨૪માં ફર્ટીલાઇઝર કંપનીઓ- IFFCO  દ્વારા 18, GNFC દ્વારા 20 અને GSFC દ્વારા 20 એમ કુલ મળી ૫૮ ડ્રોન તથા ૫૮ મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી તેમજ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ